બહુચરાજી પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકી સામે કડક કાર્યવાહી: કલમ 112નો ઉમેરો
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) બહુચરાજી પોલીસ દ્વારા વારંવાર ચોરીના ગુનાઓ આચરતી એક ટોળકી વિરુદ્ધ કડક કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ટોળકી સતત વિસ્તારમાં ચોરીઓને અંજામ આપતી હતી અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહી હતી. પોલીસે તપાસ દ
બહુચરાજી પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકી સામે કડક કાર્યવાહી: કલમ 112નો ઉમેરો


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) બહુચરાજી પોલીસ દ્વારા વારંવાર ચોરીના ગુનાઓ આચરતી એક ટોળકી વિરુદ્ધ કડક કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ટોળકી સતત વિસ્તારમાં ચોરીઓને અંજામ આપતી હતી અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહી હતી.

પોલીસે તપાસ દરમ્યાન આ ટોળકીના સભ્યોના ગુનાહિત રેકોર્ડ બહાર કાઢ્યા હતા. જેના આધારે માત્ર ચોરી જ નહીં પરંતુ સંગઠિત રીતે ગુના આચરવામાં આવતાં હોવાના પુરાવા મળ્યા. પરિણામે બહુચરાજી પોલીસે ભારતીય ન્યાયસંહિતા (BNS)ની કલમ 112 હેઠળ સંગઠિત ગુનાનો (Organised Crime) ઉમેરો કર્યો છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે સંગઠિત ગુનાઓને પોલીસ બિલકુલ બરદાશ્ત નહીં કરે. ટોળકીના સભ્યો સામે હવે વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બહુચરાજી પોલીસની આ સખ્ત કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે અને ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande