ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર માટે ચૂંટણી પ્રભારી, ભૂપેન્દ્ર યાદવને બંગાળ માટે અને બૈજયંતને તમિલનાડુ માટે નિયુક્ત કર્યા.
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુરુવારે બિહાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની જાહેરાત કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બ
જીવપોીગ


નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુરુવારે

બિહાર, પશ્ચિમ બંગાળ અને

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની જાહેરાત

કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર માટે, ચૂંટણી પ્રભારી અને

ભૂપેન્દ્ર યાદવને પશ્ચિમ બંગાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”

પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર માટે ચૂંટણી પ્રભારી તરીકે

નિયુક્ત કર્યા છે.”

કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલ અને નાયબ મુખ્યમંત્રી કેશવ

પ્રસાદ મૌર્યને પણ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે,” કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને

પશ્ચિમ બંગાળ માટે પાર્ટીના ચૂંટણી પ્રભારી અને બિપ્લબ કુમાર દેબને સહ-પ્રભારી

તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બૈજયંત પાંડાને તમિલનાડુ માટે ચૂંટણી પ્રભારી અને

મુરલીધર મોહોલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/વૃષાલી સુરેન્દ્ર/પવન

કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande