સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના ઘર પાસે કપડાની દુકાન ધરાવતા વેપારી પાસે ખરીદી માટે જતી હતી. આ સમયે વેપારીએ તેણીને વાતોમાં ભોળવી મળવા માટે હોટલમાં બોલાવી હતી. ત્યાં પરણીતાને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી એકવાર પણ હોટલમાં બોલાવી જો તેની વાત નહીં માને તો તેના પતિને મારી નાખી સમાજમાં તેને બદનામ કરવાની ધમકી આપી બીજીવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે સીંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં આવેલ બીકે હોમ્સમાં રહેતા કપિલ જયંતીભાઈ મિસ્ત્રી સિંગણપોર વિસ્તારમાં કપડાની દુકાન ધરાવે છે. વર્ષ 2024 માં શરૂઆતમાં જ તેમની દુકાન પાસે રહેતી પરણીતા કપડાની ખરીદી કરવા માટે આવી હતી. જે સમયે કપિલ મિસ્ત્રીએ તેમના પર દાનત બગાડી હતી. બાદમાં તેની સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા મેળવી હતી અને બાદમાં મળવા માટે હોટલમાં બોલાવી હતી. જ્યાં પરણીતા સાથે વાતચીત કર્યા બાદ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું.
જોકે ત્યારબાદ પરિણીતા બીજી વાર તેમની પાસે નહીં જતા કપિલ મિસ્ત્રીએ અવારનવાર તેના ઘરે પહોંચી જઈ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બીજીવાર પણ હોટલમાં મળવા બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં ભોગ બનનાર પરણીતાએ આ મામલે પતિને સઘળી હકીકત જણાવી તેઓ વતન જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓએ આ મામલે વતનમાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સીંગણપો ર પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે