ગાંધીનગર કલ્ચરલના ગરબા, ત્રીજા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રીજા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા. ''મા ને અરજ આપણા નગરની...'' ના ભાવ સાથે નગર અને નગરજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે ઉજવાઈ રહેલા કલ્ચરલના ગરબાથી મુખ્યમ
ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રીજા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા. 'મા ને અરજ આપણા નગરની...' ના ભાવ સાથે નગર અને નગરજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે ઉજવાઈ રહેલા કલ્ચરલના ગરબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રભાવિત થયા હતા. તેમણે શ્રેષ્ઠ ખેલૈયાઓને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને નયનરમ્ય નર્તન કરતા જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ અવસરે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેર પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને ગાંધીનગર શહેર ભાજપના મહામંત્રી ગૌરાંગભાઈ પટેલ પણ કલ્ચરલના ગરબામાં પધાર્યા હતા.

ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા. ગુજરાતનો ગરબો એટલે આપણી સંસ્કૃતિ ધરોહર. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કલ્ચરલના ગરબાની દિવ્યતાની પ્રશંસા કરી હતી.

કલ્ચરલના ગરબામાં ત્રીજા નોરતાના આરંભે સ્વામિનારાયણ મંદિર, સેક્ટર - 30 ના શાસ્ત્રી સ્વામી પરમ પૂજ્ય હરિપ્રિયદાસજીએ મા આદ્યશક્તિની આરતી ઉતારી હતી. ભારતના પ્રસિદ્ધ ટીવી નેટવર્ક - ઈન્ડિયા ટીવી, નવી દિલ્હીના ન્યુઝ એડિટર દિનેશ કંડપાલ પણ ગઈકાલે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં પધાર્યા હતા.

ત્રીજા નોરતે ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં ત્રીજા નોરતે ધરાંગી પટેલ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે વિજેતા થયા હતા જ્યારે વિવેક રાવલ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ થયા હતા. આ કેટેગરીમાં નિષ્ઠા જોશી અને ઉત્સવ પરમાર રનર્સ અપ રહ્યા હતા. મયુર પરમાર અને સૌવિક રાવલ બેસ્ટ પેર બન્યા હતા જ્યારે સૂરજ પટેલ અને શિવાંગી પટેલની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓ માટેની કેટેગરીમાં ડૉ. અર્ચના માને બેસ્ટ ક્વીન રહ્યા હતા અને હિરેન સોલંકી બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં રીના સથવારા અને દુર્ગેશ શર્મા રનર્સ અપ રહ્યા હતા. ખુશી ઝાલા અને રાજન કોસંબીયા બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સ અને પ્રિન્સેસ બન્યા હતા.

જ્યારે રીયા મકવાણા અને જૈમીન મકવાણા આ કેટેગરીમાં રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજરની કેટેગરીમાં પ્રતીક્ષા બારોટ અને કૌશિક ખત્રી વિજેતા થયા હતા, જ્યારે માહી પુરોહિત અને પ્રેમ શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ કેટેગરીમાં કેન્વી પટેલ અને હેત ઠાકોર વિજેતા થયા હતા, જ્યારે રાહી શાહ અને ખુશીન ઠક્કર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં દેવયાનીબા ગોહિલ અને ધિયાન સાંગાણી વિજેતા થયા હતા, જ્યારે ક્રિષા પંડ્યા અને યક્ષ ખત્રી રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયક તરીકે ગાંધીનગરના વરિષ્ઠ સિદ્ધહસ્ત કલાકારો જગતસિંહ ઝાલા, નીતિનભાઈ દવે, અમી વંકાણી, બીન્ની દવે અને રાજવી શાહે અમૂલ્ય સેવાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande