ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત સ્વચ્છતાનું અભિયાન વેગવંતુ બન્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડીયાની ઉજવણી અન્વયે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના દિવસે ‘એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છતા’ અન્વયે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે જનપ્રતિનિધિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દોલત પ્રેસ, જય કપીરાજ હનુમાન મંદિરની બાજુમાં, રેલવે સ્ટેશન રોડ ખાતે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવશે.
આ સફાઈ અભિયાનમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્ય ભગવાન બારડ, પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ, વિમલચુડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, તાલુકા પંચાયત પ્રમુખ જયાબહેન ઝાલા, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત નાગરિકો સહભાગી બનશે.
ઉલ્લેખનીય છે કે, ‘એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છતા’ અંતર્ગત ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં જનપ્રતિનિધિશ્રીઓની આગેવાનીમાં અને મહત્તમ લોકભાગીદારી હેઠળ 'એક દિન, એક કલાક' સૂત્ર સાથે જિલ્લાકક્ષાએ અને તાલુકાકક્ષાએ શ્રમદાન ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ