ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં તથા જીલ્લા બહાર ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરીને મળેલ બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૮૬૦૦૧૨૫૦૫૬૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(ઇ),૮૧, ૯૮(૨) તથા બી.એન.એસ. કલમ,૧૧૧ મુજબના ગુન્હાના કામે નીચે જણાવેલ વિગત મુજબના નાસતા ફરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ નાસતો ફરતો ઇસમ
હુસેનભાઇ હબીબભાઇ શેખ ઉ.વ.૩૪ ધંધો મજુરી રહે નાલીયા માંડવી છેલાણી શેરી તા.ઉના જી.ગીરસોમનાથ
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ રવિરાજસિંહ બારડ, ડ્રા.પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ સોલંકી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ