ગીર સોમનાથ શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ
ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સબંધી તથા મિલ્કત સબંધી ડીટેકશન કરવા તથા જુગાર/પ્રોહિબિશનની ગેર
ગીર સોમનાથ શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ


ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સબંધી તથા મિલ્કત સબંધી ડીટેકશન કરવા તથા જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે બાબતે એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમને શંકાસ્પદ આધાર પુરાવા વગરની મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ ઇસમ

(૧) સલીમશા અબ્દુલશા કનોજીયા, ઉ.વ.૩૬, ધંધો-રી.ડ્રા., રહે-પ્ર.પાટણ, મદરા ઓટા, તા-વેરાવળ જી.ગીર સોમનાથ .રહે મુળ-તાલાળા

> કબ્જે કરેલ મુદામાલ

(૧) હીરો કંપનીની સ્પ્લેન્ડર ગોલ્ડ બ્લેક કલરની મોટરસાયકલ કી.રૂ.૧૦,૦૦૦/-કુલ મુદામાલ કી.રૂ.૧૦,૦૦૦/-

આ કામગીરી કરનાર અધિકારી- કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ તથા પો.સબ ઇન્સ..એ.સી.સિંધવ… એ.એસ.આઈ. ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, મીસીંગ પર્સન સ્કવોડના પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, ડ્રા.પો.હેડ કોન્સ.કનુભાઇ ચુડાસમા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande