ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માર્ગ મરામતની કામગીરી હાથ ધરાઈ
ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડીનાર-મૂળ દ્વારકા-ધામળેજ રોડ સાઈડ કટિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. વરસાદના કારણે અસરગ્રસ
માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)


ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડીનાર-મૂળ દ્વારકા-ધામળેજ રોડ સાઈડ કટિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા સ્ટેટ હસ્તકના માર્ગ પર ડામર પેચ વર્ક તેમજ કોડીનાર-મૂળ દ્વારકા, કોડીનાર સૂત્રાપાડા ધામળેજ રોડ પર રોડ સાઈડ કટિંગ (જંગલ કટિંગ) શરૂ કરવામાં આવ્યું છે.

તેમજ રોડ સેફ્ટી અંતર્ગત વરસાદ પૂરો થયા પછી રોડની બંને સાઇડ વધી જતા બિન જરૂરી છોડ અને બાવળને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande