ગીર સોમનાથની પાંચ નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ
ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, સૂત્રાપાડા સહિત તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજા
ગીર સોમનાથની પાંચ નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ


ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, સૂત્રાપાડા સહિત તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયાં હતાં.

શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે વેરાવળ નગરપાલિકાના ૩૫૦, કોડીનાર નગરપાલિકાના ૧૧૦, સૂત્રાપાડા નગરપાલિકાના ૭૦, તાલાલા નગરપાલિકાના ૯૦ તથા ઉના નગરપાલિકાના ૧૫૦ આમ પાંચ નગરપાલિકાઓના કુલ ૭૭૦ કર્મચારીઓ/અધિકારીઓ માટે ૧૦ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.

કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડિઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને આ માટે સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અંતર્ગત આ તાલીમ યોજાઈ હતી.

રિજિયોનલ ફાયર ઓફીસરની કચેરીની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાની EMRI ટીમ દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન યોજવામાં આવ્યું. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૫ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું હતુ. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર, વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે. ત્યારે, શહેરી વિસ્તારોને વધુ સુખ-સુવિધા સભર બને તેમજ નાગરિકો ‘Earning Well, Living Well’ નો ધ્યેય સાકાર કરી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મું નાણાપંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતા ૪૦% વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande