આપણો સંકલ્પ- સ્વચ્છ, સુંદર અને તંદુરસ્ત શહેર” વેરાવળ નગરપાલિકા દ્વારા, વૉલ પેઈન્ટિંગ અને સેલ્ફી પોઈન્ટ થકી સ્વચ્છતાનો સંદેશ
ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે, ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં વિવિધ થીમ આધારીત સફાઈ અભિયાન થકી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છતા હી સેવા’ દરમિયાન ચાલતા સ્વચ્
આપણો સંકલ્પ- સ્વચ્છ, સુંદર અને તંદુરસ્ત શહેર”


ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે, ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં વિવિધ થીમ આધારીત સફાઈ અભિયાન થકી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

‘સ્વચ્છતા હી સેવા’ દરમિયાન ચાલતા સ્વચ્છોત્સવ પખવાડિયા નિમિતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સોમનાથમાં વૉલ પેઈન્ટિંગ કરવામાં આવ્યું હતું. વૉલ પેઈન્ટિંગમાં “આપણો સંકલ્પ- સ્વચ્છ, સુંદર અને તંદુરસ્ત શહેર”, “જ્યાં જ્યાં ગંદવાડ, ત્યાં ત્યાં મંદવાડ” જેવા સૂત્રો દર્શાવી અને નાગરિકોમાં જાગૃતી લાવવામાં આવી હતી.

આ ઉપરાંત નગર[પાલિકા ખાતે સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન કરી અને માનવ શ્રૃંખલા ચેઈન બનાવી અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande