ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.)સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા 17સપ્ટેમ્બર થી 2ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ છે.
જેમાં 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી જન્મદિવસ નિમિતે-
1.સુત્રાપાડા નગરપાલિકા દ્રારા સફાઈ અભિયાન
2.સુત્રાપાડા નગરપાલિકા દ્રારા સર્વનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું
3..સુત્રાપાડા શહેર તમામ બુથ દ્રારા 25 સપ્ટેમ્બર પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મદિવસ જ્યંતી નિમિતે પુષ્પાજલી કાર્યકમ કરવામાં આવેલ.
જેમાં ઉપસ્થિત ગુજરાત સરકાર પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ સાહેબ અને સુત્રાપાડા શહેર ભાજપ પરિવાર અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ