ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બાતમીના આધારે વેરાવળ ગ્રામ્ય તાલુકાના વાવડી (આદ્રી)ગામ ખાતે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરવામાં આવી હતી. આ છકડો રિક્ષામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો. જેમાં ૨૪૯ કિલો ચોખા તથા ૨૯૬ કિલો ઘઉં મળી આવ્યાં હતાં.
જેથી કાર્યવાહી કરી છકડો તથા અનાજનો જથ્થો કુલ કિંમત રૂ.૬૫૦૧૧નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ