ગીર સોમનાથ નવરાત્રીના તહેવારમા નશો કરી આવતા ઈસમોને ઝડપી પાડવા બ્રેથ એનલાઇઝર દ્વારા ચેકીંગ હાથ ધરતી વેરાવળ સીટી પોલીસ
ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા નવરાત્રીના તહેવારમાં મહીલાઓ નિર્ભયતાથી ગરબા રમી શકે તે માટે
એનલાઇઝર દ્વારા ચેકીંગ હાથ ધરતી વેરાવળ સીટી પોલીસ


ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા નવરાત્રીના તહેવારમાં મહીલાઓ નિર્ભયતાથી ગરબા રમી શકે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત તકેદારી રાખવા સુચના થયેલ હોય તે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી નાઓએ વેરાવળ સીટી પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી વેરાવળ શહેરમાં થતી અલગ-અલગ ગરબી મંડળોમાં સમગ્ર નવરાત્રી દરમિયાન નશો કરી આવતા ઈસમોને ઝડપી પાડવા બ્રેથ એનલાઈઝરથી ચેકીંગ કરવામાં આવી રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande