પ્રભાસપાટણ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજયકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે, અંડર-૧૪,૧૭,૧૯ સ્પર્ધામાં માત્ર બહેનો ભાગ લઈ શકશે
ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ અંતર્ગત અ
પ્રભાસપાટણ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજયકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે, અંડર-૧૪,૧૭,૧૯ સ્પર્ધામાં માત્ર બહેનો ભાગ લઈ શકશે


ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ અંતર્ગત અંડર-૧૪,૧૭,૧૯ સ્પર્ધામાં માત્ર બહેનો માટેની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાશે.

અંડર-૧૯ સ્પર્ધા માટે ૨૫/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ૨૬/૦૯/૨૦૨૫ના રોજ સ્પર્ધા યોજાશે. અંડર-૧૭ સ્પર્ધા માટે ૨૭/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ૨૮/૦૯/૨૦૨૫ના રોજ સ્પર્ધા યોજાશે. જ્યારે અંડર-૧૪ સ્પર્ધા માટે ૨૯/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ૩૦/૦૯/૨૦૨૫ના રોજ સ્પર્ધા યોજાશે.

તમામ રમતવીરો માટે રિપોર્ટિંગ તથા નિવાસ સ્થળ પ્રભાસપાટણ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ રહેશે અને તમામ સ્પર્ધાઓ સેન્ટમેરી હાઈસ્કૂલ ખાતે સવારે ૦૭.૩૦થી યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande