પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવી દિલ્હી અને અમદાવાદ વિભાગના નિર્દેશોને અનુસરી કેન્દ્રીય વિદ્યાલય પાટણમાં 12થી 26 સપ્ટેમ્બર, 2025 દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના સંયોજક અને અનુસ્નાતક હિન્દી શિક્ષક ભાગીરથ રામના માર્ગદર્શન હેઠળ આ અવસરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું.
વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઓફિસ સ્ટાફ માટે યોજાયેલ સ્પર્ધાઓમાં વહીવટી શબ્દાવલિ લેખન, રાજભાષા ક્વિઝ, કાવ્ય પાઠ, દોહા ગાયન, સુલેખન, શ્રુતલેખન, વાર્તા કથન, નિબંધ લેખન અને સૂત્ર લેખન જેવી હિન્દી ભાષાને આધાર આપતી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો.
25 સપ્ટેમ્બરે યોજાયેલા સમાપન સમારોહમાં પ્રચાર્ય શ્રી મહેન્દ્ર સિંહે વિજેતાઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રશંસા આપી. તેમણે હિન્દી ભાષાની મહત્તા વિશદ કરી અને હિન્દી પ્રચાર-પ્રસારમાં યોગદાન આપવાની સૌને પ્રેરણા આપી. વરિષ્ઠ શિક્ષક શ્રી નવીન કુમાર ધાવરીએ આભારવિધિ સાથે કાર્યક્રમનો સમાપન કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ