જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અલિયાબાડા-વિજરખી રોડનું રિસરફેસિંગ કાર્ય શરૂ
જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ચોમાસુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા અલિયાબાડા-વિજરખી રોડના રિસરફેસિંગનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ જામનગરથી ધ્રોલ અને જામનગરથી કાલાવડ એમ બંને માર્ગને જોડતો મહત્વનો રોડ છે.જે
રોડ રસ્તાનું સમારકામ


જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ચોમાસુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા અલિયાબાડા-વિજરખી રોડના રિસરફેસિંગનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ જામનગરથી ધ્રોલ અને જામનગરથી કાલાવડ એમ બંને માર્ગને જોડતો મહત્વનો રોડ છે.જેનો ઉપયોગ દરરોજ હજારો નાના-મોટા વાહનો કરે છે.

​ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડા અને માર્ગ ધોવાણને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે આ રોડને ફરીથી સુગમ બનાવવા માટે ઝડપી કામગીરી શરૂ કરી છે. ​આ કામગીરી પૂર્ણ થતાં આ માર્ગ પરથી પસાર થતા લોકોને સરળ અને સલામત મુસાફરી મળશે સાથે જ આ કામગીરી ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડવામાં મદદ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande