જેઆઇસીએ જાપાન-આફ્રિકા હોમટાઉન પ્રોજેક્ટ રદ કરશે
ટોક્યો (જાપાન), નવી દિલ્હી,25 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાન-આફ્રિકા હોમટાઉન પ્રોજેક્ટ સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ) એ તેને રદ કરવાનો નિર્ણય લીધો છે. આજે ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્
જાપાન


ટોક્યો (જાપાન), નવી દિલ્હી,25 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાન-આફ્રિકા

હોમટાઉન પ્રોજેક્ટ સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ) એ તેને રદ કરવાનો

નિર્ણય લીધો છે. આજે ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટની જાહેરાત

ઓગસ્ટમાં કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા પ્રોજેક્ટનો હેતુ, ચાર

જાપાની શહેરો અને આફ્રિકન દેશો વચ્ચે રહેણાંક વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો.

જાપાની અખબાર ધ અસાહી શિમ્બુનના અહેવાલ મુજબ,”અધિકારીઓ કહે છે

કે, આ પ્રોજેક્ટને ભૂલથી આફ્રિકાથી ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવાની નીતિ તરીકે

સમજવામાં આવ્યો હતો. આના કારણે જાપાનમાં ભારે વિરોધ થયો અને તેને રદ કરવાની માંગ

કરવામાં આવી.” વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, આ પ્રોજેક્ટ સારો છે. જોકે અમે તેને પાછી ખેંચી

રહ્યા છીએ, અમે

આંતરરાષ્ટ્રીય વિનિમયને વધુ સક્રિય રીતે પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું.

આ પ્રોજેક્ટ નાઇજીરીયા સાથે, ચિબા પ્રાંતના કિસારાઝુ, તંઝાનિયા સાથે

યામાગાટા પ્રાંતમાં નાગાઈ,

ઘાના સાથે નિગાતા

પ્રાંતમાં સંજો અને મોઝામ્બિક સાથે એહિમે પ્રાંતમાં ઇમાબારીમાં કામ કરવાનો હતો. આ

પ્રોજેક્ટને લગતો વિવાદ ત્યારે વધ્યો જ્યારે, નાઇજીરીયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક

ખોટા નિવેદન બહાર પાડ્યું. જેમાં દાવો કરવામાં આવ્યો કે,”જાપાન સરકારે કિસારાઝુને

અહીં રહેવા અને કામ કરવા ઇચ્છતા નાઇજીરીયનોનું ગૃહવતન તરીકે નિયુક્ત

કર્યું છે અને જાપાન એક ખાસ વિઝા શ્રેણી બનાવશે.

જાપાની નગરપાલિકાઓ પ્રોજેક્ટનો, વિરોધ કરતા ફોન કોલ્સ અને

ઇમેઇલ્સથી ભરાઈ ગઈ હતી. વિરોધીઓએ જેઆઇસીએને વિખેરી નાખવાની પણ માંગ કરી હતી. કેન્દ્ર

અને સ્થાનિક સરકારો દ્વારા વારંવાર ઇનકાર કરવામાં આવ્યો હતો કે,” આ પ્રોજેક્ટ

ઇમિગ્રેશન સાથે સંબંધિત છે,

છતાં વિરોધ ચાલુ

રહ્યો. દરમિયાન, કેટલીક

નગરપાલિકાઓ પણ વિરોધીઓમાં જોડાઈ હતી.” એજન્સી અને મંત્રાલયે પછી પરિસ્થિતિની

સમીક્ષા કરી અને તારણ કાઢ્યું કે,” આ પહેલ સ્થાનિક સરકારો પર વધુ પડતો બોજ નાખશે.”

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પ્રોજેક્ટ પાછો ખેંચવાના

નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી. જો આને ઇન્ટરનેટ પર વિજય તરીકે જોવામાં આવે છે, તો તે સમસ્યારૂપ

બનશે. તેમણે કહ્યું.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande