જૂનાગઢ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા હેતુસર ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ અંતર્ગત તા. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા હેતુસર ખેડૂતોને માકેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અંતર્ગત એ.પી.એમ.સી.માં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્
જૂનાગઢ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા  હેતુસર ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ અંતર્ગત તા. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી


જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા હેતુસર ખેડૂતોને માકેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અંતર્ગત એ.પી.એમ.સી.માં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૦૦/- અને ખેડૂત દીઠ ૨૫૦ ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.આ યોજનાની સહાયનો લાભ લેવા માટે તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ ના સમયગાળામા પોતાના ખેતરમાથી ઉત્પાદિત ડુંગળી એ.પી.એમ.સીમાં જ વેચાણ કરેલ હશે તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે.

અરજદારે આઇ ખેડૂત પોર્ટલ(https://ikhedut.gujarat.gov.in/) પર અરજદારે કરેલ અરજીની પ્રિંન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવ સાધનિક કાગળો સહિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે નાયબબાગાયત નિયામકની કચેરી,સરદારબાગ પાસે,નીલમબાગ, લઘુ કૃષિભવન જૂનાગઢ (ફોન નં:-૦૨૮૫- ૨૬૩૫૦૧૯), જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande