૬૯ મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અન્વયે, જૂનાગઢમાં રાજ્ય કક્ષાની અંડર ૧૭-૧૯ ભાઈઓ અને બહેનો માટેની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાશે
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર ૧૭ અને ૧૯ ભાઈઓ બહેનો માટેની લિફ્ટિંગ સ્પર્ધા તા.૨૬/૯/૨૦૨૫ થી તા.૧/૧૦/૨૦૨૫ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે યોજાનાર છે. અંડર- ૧૭ અને ૧૯ ભાઈઓ (
૬૯ મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અન્વયે, જૂનાગઢમાં રાજ્ય કક્ષાની અંડર ૧૭-૧૯ ભાઈઓ અને બહેનો માટેની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાશે


જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અંડર ૧૭ અને ૧૯ ભાઈઓ બહેનો માટેની લિફ્ટિંગ સ્પર્ધા તા.૨૬/૯/૨૦૨૫ થી તા.૧/૧૦/૨૦૨૫ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે યોજાનાર છે.

અંડર- ૧૭ અને ૧૯ ભાઈઓ (તમામ વજનગૃપ) માટેની સ્પર્ધા તા.૨૮ -૨૯/૦૯/૨૦૨૫ના અને અંડર-૧૭,૧૯ બહેનો (તમામ વજનગૃપ) માટેની સ્પર્ધા તા.૩૦/૯/૨૦૨૫ થી તા. ૧/૧૦/૨૦૨૫ દરમિયાન યોજાશે.

અંડર- ૧૭ અને ૧૯ ભાઈઓ એ રીપોર્ટીંગ સવારે ૮ કલાકે તા.૨૮ /૯/૨૦૨૫ના અને અંડર-૧૭,૧૯ બહેનો એ તા.૩૦/૯/૨૦૨૫ના સવારે ૮ કલાકે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ ખાતે કરવાનું રહેશે.

વધુ માહિતી માટે યશવંતભાઈ ડોડીયા મો- ૭૪૮૬૯૨૯૪૬૯ અને રાહુલભાઈ ઝાપડિયા મો- ૮૧૪૧૧૦૭૬૭૪ નો સંપર્ક કરવાનું જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande