જૂનાગઢ 25 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત સ્વચ્છોત્સવના ભાગરૂપે બાંટવા નગરપાલિકા કચેરી દ્રારા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
જે અન્વયે શ્રીસરકારી ગુજરાતી હાઇસ્કુલ બાંટવા ખાતે સ્વચ્છતા શપથનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા તમામ વિધાર્થીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામા આવ્યા હતા. ઉપરાંત બાંટવા નગરપાલિકા દ્વારા શ્રીપ્લોટ પ્રાથમિક શાળાના બાળકોને સાથે રાખી માણાવદર રોડ પર આવેલ શિવાનીબા પાર્ક તથા ગૌતમ ગૌ શાળાની દિવાલ ખાતે સ્વચ્છતા જાગ્રુતિ અંગેના વોલ પેઇન્ટીંગનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
તેમજ શહેરી વિસ્તારના નાગરિકો સ્વચ્છતા જાળવવા અંગે જાગ્રુત થાય, બજારમા ખરીદી કરતી વખતે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે તેમજ સુકા તથા ભીના કચરાનુ વર્ગિકરણ કરે તેમજ સ્વચ્છતાનુ મહત્વ શાળાના બાળકો સમજે તે હેતુ થી બસ સ્ટેશન પાસેના વિસ્તાર ખાતે તેમજ કન્યા શાળા ખાતે સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત કન્યા શાળા બાંટવા ખાતે માનવ સાંકળ બનાવી સ્વચ્છતા જાગ્રુતિ બાબતે સંદેશ આપવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ