મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દેદીયાસણ ગામની સીમમાંથી મહેસાણા એસ.ઓ.જી.ની ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી. ગુપ્ત માહિતીના આધારે પોલીસે એક ઈસમને ગેરકાયદેસર રીતે રાખેલી બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસે બંદૂક રાખવા માટે જરૂરી પાસ કે પરમીટ ન હોવાથી પોલીસે તેને કાબૂમાં લઈ હથિયાર જપ્ત કર્યું. પોલીસે જણાવ્યું કે, બંદૂક નંગ-૧ સાથે ઝડપાયેલા આ ઈસમ સામે હથિયાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલી હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી પર પોલીસનું કડક પગલું જોવા મળ્યું છે. એસ.ઓ.જી.ની આ કામગીરીથી દેદીયાસણ ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં રાહતનો માહોલ છવાયો છે.મહેસાણા પોલીસનો આ પગલું ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા તથા શાંતિ-સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR