'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પાટણ' સમિટમાં ₹43 કરોડના એમઓયુ, 500થી વધુને રોજગારીની તકો
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ''વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પાટણ'' સમિટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ રહી. પાટણના ઉદ્યોગકારોએ કુલ ₹43 કરોડના એમઓયુ કર્યા
'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પાટણ' સમિટમાં ₹43 કરોડના એમઓયુ, 500થી વધુને રોજગારીની તકો


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પાટણ' સમિટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ રહી. પાટણના ઉદ્યોગકારોએ કુલ ₹43 કરોડના એમઓયુ કર્યા, જેનાથી 500થી વધુ લોકોને રોજગારી મળશે. સમિટમાં MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022, ટેક્સટાઇલ પોલિસી વગેરે યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને વૈશ્વિક સ્તરે ઓળખ આપી છે અને આજે ગુજરાત દેશનું વિકાસ એન્જિન બન્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં સૌથી વધુ રોજગારીના અવસરો ઊભા થયા છે. સમિટમાં ઉદ્યોગ વિભાગની અગ્ર સચિવ મમતા વર્માએ પણ વાયબ્રન્ટ સમિટના 20 વર્ષના વિકાસના અહેવાલની રજૂઆત કરી.

પાટણના પટોળાને પ્રોત્સાહન આપીને સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં લઈ જવાની સરકારની પ્રતિબદ્ધતા પણ મંત્રીશ્રીએ ફરી જણાવી. સમિટમાં MSME, ગાર્મેન્ટ, હેન્ડીક્રાફ્ટ, પટોળા, ટેરાકોટા અને ઓર્ગેનિક ફૂડ જેવા વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન થયું હતું, જેને મંત્રીએ મુલાકાત લઇને સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande