હરિ મંદિર ખાતે ચાલતા, અનુષ્ઠાન માં મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા તથા એમના સાનિધ્યમાં શારદીય નવરાત્રિ અંતર્ગત 44મુ શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન ચાલી રહ્યુ છે. જેમાં અનુષ્ઠાનના ત્રીજા દિવસના પ્રારંભે પૂજ્ય ભાઈશ્રી તથા મન
હરિ મંદિર ખાતે ચાલતા અનુષ્ઠાન માં મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.


હરિ મંદિર ખાતે ચાલતા અનુષ્ઠાન માં મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.


હરિ મંદિર ખાતે ચાલતા અનુષ્ઠાન માં મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા તથા એમના સાનિધ્યમાં શારદીય નવરાત્રિ અંતર્ગત 44મુ શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન ચાલી રહ્યુ છે. જેમાં અનુષ્ઠાનના ત્રીજા દિવસના પ્રારંભે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા ચંદ્રઘંટા સ્વરૂપા કુમારિકા પૂજન કરવામાં તથા મહિષાસુર મર્દિની સ્થાપના મંડપમાં વિદ્વાન બ્રાહ્મણો ચારેય વેદના મંત્રોચ્ચાર દ્વારા અર્ચન કરવામાં આવ્યુ. શ્રીરામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાની સાથે શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિ નિમિત્તે પ્રતિદિન કરુણામયી માઁની ષોડશોપચારની પૂજા સાથે ખુબ જ વિશાળ સંખ્યામાં સાંદીપનિના ઋષિકુમારો દ્વારા તથા અન્ય પ્રાંતમાથી આવેલા બ્રાહ્મણો દ્વારા શ્રીદુર્ગા સપ્તશતી પાઠનું અનુષ્ઠાનના કરવામાં આવી રહ્યુ છે.

તેમજ પ્રતિદિન સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે દેવી દેવતાઓનો અલૌકિક શૃંગાર કરવામાં આવી રહ્યો છે. જેનો અનેક દર્શનાર્થીઓ લાભ લઇ રહ્યા છે.

શારદીય નવરાત્રિમા પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ૪૪મા શ્રીરામચરિત માનસના ત્રીજા દિવસે મોરબી તાલુકાના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રી શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનમાં જોડાયા હતા અને આરતીમાં પણ સહભાગી બન્યા હતા. શ્રીરામચરિત માનસ પાઠના ત્રીજા દિવસે શ્રીરામજી અને સીતાજીના વિવાહ પ્રસંગ આવેલ હોય શ્રીરામજી સાથે જાનકીજીના વિવાહ પ્રસંગની પૂજ્ય ભાઈશ્રી તથા ઉપસ્થિત ભક્તવૃંદ દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. સાંદીપનિમાં ચાલી રહેલા શ્રીરામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાની સાથે તા.25-09-25,ગુરુવારથી બપોર પછીના સત્રમાં પ્રતિદિન ૩ઃ૩૦ વાગ્યે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે.

કથાના પહેલા દિવસે કથાના પ્રારંભ પહેલા મનોરથી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવતજીની પોથીયાત્રા સંપન્ન થશે. વૃંદાવનના શ્રીમન્ માધવ ગૌડેશ્વર વૈષણવાચાર્ય પુંડરીક ગોસ્વામીજી મહારાજ વ્યાસાસને બિરાજી શ્રીમદ્ ભાગવતકથાનું સંગીતમય રસપાન કરાવશે. સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા આ દિવ્ય ભાગવત કથાશ્રવણનો લાભ લેવા માટે નિમંત્રણ છે.શારદીય નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે તા.26/09/25 થી તા.28/09/25 દરમ્યાન રોજ પોરબંદર શહેરમાં આવેલ ધામેચા આઈ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલીટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના આંખના નિષ્ણાંત સર્જન ડૉ.કુલીનભાઈ કોઠારી અને તેમની ટીમ પોતાની માનદ્ સેવા આપશે.જેના મનોરથી તરીકે અનસુયાબેન વિશ્રામ જોગિયા પરિવાર (યુ.કે.) સેવા આપશે.

ત્રણ દિવસ યોજાનાર આ કેમ્પમાં તારીખ 26 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ બપોર પછી સાંજે 5 થી 8 માં દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તારીખ 27મી અને 28મી સપ્ટેમ્બર શનિવાર અને રવિવારે જરૂરી ઓપરેશનો કરવામાં આવશે. શારદીય નવરાત્રિ નિમિત્તે શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન અને શ્રીહરિ મંદિરના દર્શને પોરબંદર તથા આસપાસના વિસ્તારમાંથી આવતા ભાવિકો માટે બપોરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રીરામ ચરિતમાનસ પાઠ અને દરેક મનોરથના દર્શનનો પ્રત્યક્ષ રીતે અને યુ ટ્યુબના માધ્યમથી અનેક લોકો લાભલઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande