મુંબઈ અને ગારિયાધારના ઠગબાજોએ વરાછાના હીરા વેપારીને 1.11 કરોડનો ચૂનો ચોપડ્યો
સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના વરાછા વિસ્તારમાં મીની બજાર ખાતે માવાણી ચેમ્બર્સમાં ડાયમંડનું ખાતું ધરાવતા વેપારીને કેટલાક ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. મુંબઈ તથા ગારીયાધારના કેટલાક વેપારીઓએ ભેગા મળી અક્ષર ડાયમંડમાંથી રૂપિયા 1.11 કરોડના હીરા બતાવવા માટ
મુંબઈ અને ગારિયાધારના ઠગબાજોએ વરાછાના હીરા વેપારીને 1.11 કરોડનો ચૂનો ચોપડ્યો


સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના વરાછા વિસ્તારમાં મીની બજાર ખાતે માવાણી ચેમ્બર્સમાં ડાયમંડનું ખાતું ધરાવતા વેપારીને કેટલાક ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. મુંબઈ તથા ગારીયાધારના કેટલાક વેપારીઓએ ભેગા મળી અક્ષર ડાયમંડમાંથી રૂપિયા 1.11 કરોડના હીરા બતાવવા માટે મેળવી લીધા હતા અને ત્યારબાદ હીરા પરત નહીં કરી પૈસા પણ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર હીરાના મેનેજર આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં મીની બજાર ખાતે માવાણી ચેમ્બર્સમાં અક્ષર ડાયમંડ નામની ઓફિસ આવેલી છે. જેમાં મૂળ બોટાદ જિલ્લાના અને સુરતના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ પ્લેટીનીયમ રીવર માં રહેતા રોહનભાઈ વિપુલભાઈ વાનાણી હીરાના મેનેજર તરીકે કામ કરે છે. તારીખ 5/8/2025 ના રોજ મહેશ ઉર્ફે મહેશ બાદલ પર ખીમજીભાઇ માંગુકિયા (રહે ગારીયાધાર) રોહનભાઈના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ તેમના મળતીયા પ્રકાશભાઈ તથા મહેશ ધીરુભાઈ રાઠોડ તથા ભુપતભાઈ પોપટભાઈ ખોખર, રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખર અને જાંગડ પર સહી કરનાર અને ડિલિવરી મેળવનાર અશોકભાઈ તેમજ રાકેશભાઈએ તેમની સાથે વાતચીત કરી મુંબઈમાં હીરાનો માલ વેપારીઓને બતાવવા માટે મંગાવ્યો હતો. જેથી રોહન ભાઈએ અક્ષર ડાયમંડ માંથી કુલ 319 નંગ હીરા અલગ અલગ સાઈઝના 1121.75 કેરેટના જેની કિંમત રૂપિયા 1.11 કરોડ મોકલી આપ્યા હતા. જોકે ત્યારબાદ આ ઠગબાજ ઇસમોએ એક પણ રૂપિયો રોહન ભાઈને નહીં આપી અને પૈસા પણ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર રોહનભાઈએ મામલે મહેશ ઉર્ફે મહેશ બાદલપર ખીમજીભાઇ માંગુકીયા (રહે,ગારીયાધાર), મહેશકુમાર ધિરૂભાઇ રાઠોડ, રજનીકાંત પોપટભાઇ ખોખર (રહે,106,માસ્ટર માઇન્ડ-4, રોયલ પામ એસ્ટેટ આરે પવઇ રોડ મુંબઇ), ભુપતભાઇ પોપટભાઇ ખોખર (રહે. 106,માસ્ટર માઇન્ડ-4, રોયલ પામ એસ્ટેટ આરે પવઇ રોડ મુંબઇ) અને જાંગડમાં સહિ કરી ડીલવરી મેળવનાર અશોકભાઇ તેમજ રાકેશભાઇ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે રૂપિયા 1.11 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande