પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં બોખીરાના ખેડૂતો રાજકીય આગેવાનોને સાથે રાખી તેમના વાડી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજ પ્રવાહ ન મળતો હોવાની રજુઆત સાથે પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા. જ્યાં તેઓની જરૂરિયાત મુજબ લાઈટ ન મળતી હોવાની તેમજ વીજળી સ્થિર ન હોવાની અને આવ-જા કરતી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં વાડી વિસ્તારના લોકો દ્વારા પીજીવીસીએલ ઓફીસ ખાતે રામદેભાઈ મોઢવાડીયા, કેશુભાઈને સાથે રાખી પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.હાલ વરસાદની મોસમ પુરી થઇ છે અને ટૂંક સમયમાં શિયાળુ પાકની ઋતુ શરુ થવા જય રહી છે ત્યારે આ સમયમાં ખેડૂતોને પાકને પાણી પીવડાવવા માટે લાઈટની જરૂર પડતી હોય છે.
આવા સમયે પીજીવીસીએલ 8 કલાક લાઈટ આપતી હોય છે પરંતુ હાલ પીજીવીસીએલ દ્વારા 8 કલાકને બદલે 5 કલાક પણ પૂરતી લાઈટ મળતી નથી અને લાઈટ દિવસ માં 10 વખત આવ-જા આવ-જા કરે છે તેથી ખેડૂતોને મોટે પાયે હેરાનીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત કોઈ પણ ફ્યુજ પાટલા સરખા નથી વાયરો સરખા નથી જ્યાં ત્યાં ઝાડવા અડે છે જેથી વાયરો તૂટે છે ડીપી હોય છે ત્યાં ડાયરેક્ટ કરી દેવામાં આવ્યું છે જેથી ખેડૂતો ડિપી બંધ કરીને જાતે પણ રીપેરીંગ કરી સકતા નથી. અને પીજીવીસીએલ કચેરીના નંબરમાં કોલ કરીએ તો કોઈ કોલ ઉપાડતા નથી અને ક્યારેક ભૂલથી ફોન ઉપાડે તો કહે છે માણસો નથી હાજર તો ક્યાં સામાન હાજર નથી.આ બાબતે સ્થાનિક ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે રજુઆત કરી ત્યારે અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ વાયરો બદલી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya