જાતીય ગુન્હો આચરનાર આરોપીને, પાસાના પાંજરે પૂરતું પોલીસ.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના આદિત્યાણા ગામના યુવાન સામે જાતીય ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ શખ્શને પોલીસે પાસાના પીંજરે વડોદરાની જેલમાં ધકેલી દીધો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષ
જાતીય ગુન્હો આચરનાર આરોપીને પાસાના પાંજરે પૂરતું પોલીસ.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના આદિત્યાણા ગામના યુવાન સામે જાતીય ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ શખ્શને પોલીસે પાસાના પીંજરે વડોદરાની જેલમાં ધકેલી દીધો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી જાતીય ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા રાણાવાવ વિભાગ પોરબંદરના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાયસંહિતાની કલમ 2023ની કલમ અને રાણાવાવ પોલીસ સ્ટેશનની ભારતીય ન્યાયસંહિતા -2023ની કલમ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભાવેશ રામભાઇ જાલા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા, રાણાવાવ પોલીસ સ્ટેશન પોરબંદરે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબલીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરીમાં પોરબંદર, રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા, તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ આર.કે.કાંબરીયા તથા વુમન એ.એસ.આઇ. રૂપલબેન લખધીર, તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, હિમાંશુભાઇ મકકા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભીમાભાઇ દાસા, કાનાભાઇ કરંગીયા, તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ઓડેદરા, કુતિયાણા પોલીસ સ્ટેશનના લોકરક્ષક વિશાલભાઇ પઢીયાર રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande