પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મનપા દ્રારામા અસહ્ય વેરાનો વધારો કરરવામા આવ્યો હતો જેને પગલે ભારે વિરોધ જોવા મળ્યો હતો અને સાત હજારથી વધારો વાંધા અરજી કરવામા આવી હતી અંતે મનપા દ્રારા વેરા ઘટાડની જાહાત કરવામા આવી હતી જેને લઈ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીની ઉપસ્થિતિમાં વેરા ઘટાડા અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી.પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય “અટલ ભવન” ખાતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા ઘટાડા મુદ્દે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પોરબંદર-છાયા પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરા માં વધારો કરવામાં આવ્યો હતો, આ વધારા વ્યાજબી ન હોવાની લોક રજૂઆત આવેલ હતી, જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકા ને સૂચના આપી ને વેરા વધારો મોકૂફ રાખ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા અને કમિશ્નર દ્વારા રાજયસરકાર માથી નવા વેરા અંગે પત્ર વ્યવહાર અને નવેસરથી વેરા દર નક્કી કરવા કાયદેસરની કાગળની કાર્યવાહી કરવામાં આવી હતી, જિલ્લા ભાજપની ટિમ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત ટિમ દ્વારા આ બાબતે સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વેરામાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. નવા વેરા દર નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને નવા વેરા દરની અમલવારી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya