પોરબંદર મનપા દ્વારા, પાંચ દિવસીય સખી મેળાનું આયોજન.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલીકા “વોકલ ફોર લોકલ “હેઠળ તા. 26-09-2025 થી 30-09-2025સુધી સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY)- 2025 ની ઉજવણી અંતર્ગત “ વોકલ ફોર લોકલ “ હેઠળ સ્વસહાય જુથો તથા અન્
પોરબંદર મનપા દ્વારા, પાંચ દિવસીય સખી મેળાનું આયોજન.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલીકા “વોકલ ફોર લોકલ “હેઠળ તા. 26-09-2025 થી 30-09-2025સુધી સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY)- 2025 ની ઉજવણી અંતર્ગત “ વોકલ ફોર લોકલ “ હેઠળ સ્વસહાય જુથો તથા અન્ય બહેનો માટે સખી મેળો 2025 નું આયોજન મહાનગરપાલીકા દ્વારા તા. 26 સપ્ટેમ્બર થી તા. 30 સપ્ટેમ્બર સુધી પોરબંદર મહાનગરપાલીકાના ઓશયેનીક ગ્રાઉન્ડ, ચોપાટી ખાતે સખી મેળાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં પાપડ, વેફર, તોરણ, ચાકળા, ગૃહ સજાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ રાખેલ છે. જે મેળાનો લાભતમામ શહેરીજનોને લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande