પોરબંદરના મહિલા શિક્ષણ કે.બી.સી. ની, હોટસીટ સુધી પહોંચીયા.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરની જાણીતી એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક શાળાની શિક્ષિકા જીજ્ઞા કાનજીભાઈ મોકરિયાએ જીવનનું એક અનોખું સપનું સાકાર કર્યું છે. અનેક વર્ષોથી સતત પ્રયાસો અને મહેનત દ્વારા તેઓ લોકપ્રિય ટેલીવિઝન કાર્યક્રમ કૌન બ
પોરબંદરનઇ મહિલા શિક્ષણ કે.બી.સી. ની હોટસીટ સુધી પહોંચીયા.


પોરબંદરનઇ મહિલા શિક્ષણ કે.બી.સી. ની હોટસીટ સુધી પહોંચીયા.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરની જાણીતી એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક શાળાની શિક્ષિકા જીજ્ઞા કાનજીભાઈ મોકરિયાએ જીવનનું એક અનોખું સપનું સાકાર કર્યું છે. અનેક વર્ષોથી સતત પ્રયાસો અને મહેનત દ્વારા તેઓ લોકપ્રિય ટેલીવિઝન કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ (KBC) સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. શિક્ષિકા તરીકે સેવા બજાવતા જીજ્ઞાબેનને શિક્ષણ સાથે-સાથે પોતાની પ્રતિભા અને જ્ઞાનને મોટા મંચ પર રજૂ કરવાની ઇચ્છા હતી. આ ઈચ્છાએ જ તેમને વર્ષોથી સતત પ્રયાસ કરતા રાખ્યા. અંતે તેમની મહેનત રંગ લાવી અને તેઓ માત્ર કાર્યક્રમમાં હાજરી જ નથી આપી, પરંતુ દર્શકો માટે ગૌરવરૂપ બને તેવી સિદ્ધિ એટલે કે હોટસિટ સુધી પહોંચવામાં સફળતા મેળવી.

કાર્યક્રમ દરમિયાન જીજ્ઞાબેનને ભારતના મહાન અભિનતા તથા કરોડો લોકોના પ્રિય વ્યક્તિત્વ અમિતાભ બચ્ચન સાથે સામસામે મુલાકાત તથા યાદગાર સંવાદ કરવાનો અવસર મળ્યો. આ અનુભવ તેમના જીવન માટે અવિસ્મરણીય બની ગયો છે. જીજ્ઞાબેનના પિતા કાનજીભાઈ મોકરિયા નિવૃત્ત સરકારી શિક્ષક છે,જ્યારે માતા મુકતાબેન કાનજીભાઈ મોકરિયા પણ નિવૃત્ત શિક્ષિકા છે. શિક્ષણના સંસ્કારોથી સમૃદ્ધ એવા આ કુટુંબ માટે આ ક્ષણ ગર્વની છે. જીજ્ઞાબેનના પતિ અમિત પ્રાણલાલ મોઢા હાલમાં બાલાજી માર્કેટિંગ નામની ખાનગી કંપનીમા કામ કારી રહ્યા છે અને જીવનસાથી તરીકે તેમની સિદ્ધિમાં મજબૂત સાથીદાર બન્યા છે.

જીજ્ઞાબેનની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર શાળા, શિક્ષણક્ષેત્ર તેમજ સમગ્ર પોરબંદર જિલ્લાના ગૌરવમાં ઉમેરો કરતી ઘટના છે. એક શિક્ષિકા તરીકે સતત પ્રયત્ન, અડગ મનોબળ અને આત્મવિશ્વાસથી કેવી રીતે સ્વપ્નોને સાકાર કરી શકાય તેનો આ સુંદર દાખલો છે. જીજ્ઞાબેન કાનજીભાઈ મોકરિયાનો KBC એપિસોડ 24મી તારીખે પ્રસારિત થવાનો છે. આ તકે જીજ્ઞાબેને જણાવ્યું હતું કે, “સપના જોવાની હિંમત રાખો અને તેને સિદ્ધ કરવા સતત પ્રયત્ન કરો, તો કોઈપણ સપનું દૂર નથી રહેતું.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande