જામનગર નજીક ફલ્લા ગામમાં ચાલતા, હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડો : 8 ઝડપાયા
જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ લગાવીને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી જામનગરન
જુગાર પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ લગાવીને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળી હતી.

જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ ફલ્લા ગામમાં રહેતા નિતેશ ગણેશભાઈ ધમસાણીયા નામના ખેડૂતના રહેણાક મકાન પર ઓચિંતો દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન આઠ જુગારીઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી એલસીબીની ટુકડીએ મકાન માલિક મિતેશ ગણેશભાઈ ધમસાણીયા ઉપરાંત મીત કાનજીભાઈ દલસાણીયા, વસંત હરખાભાઈ નાગપરા, બીપીન વીરજીભાઈ અઘેરા, વિનોદ સવજીભાઈ કાનાણી, નિલેશ ભવનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા, અને અરવિંદ મોહનભાઈ ભીમાણીની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 11,03,000ની રોકડ રકમ, આઠ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત રૂપિયા 12,38,000ની માલમતા કબજે કરી લીધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande