પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉભી કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુતિયાણા તાલુકાના અમર - ડેૈયર રોડની માર્ગ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી હેઠળ આશરે 5 કિલોમીટર લાંબા રોડ પર પેચવર્ક તેમજ પેવરપટ્ટાની મરામત કરવામાં આવી છે, જેના પરિણામે વાહનવ્યવહાર સરળ, સુરક્ષિત અને ઝડપી બન્યો છે. ગ્રામજનોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ વિકાસને વેગ આપવા અને લોકોની સુવિધા વધારવા માટે માર્ગ મરામતની કામગીરી કરાઈ છે. આ રોડ પરથી કુતિયાણા તાલુકાના અનેક ગામો જોડાયેલા હોવાથી ખેડૂતોને કૃષિ ઉપજ બજારમાં લઈ જવામાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવામાં તેમજ રોજિંદી વ્યવહાર માટે ગ્રામજનોને ખુબ જ રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya