સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સરથાણામાં રહેતા વેપારી પાસેથી સારોલીના રાધા રમણ ટેક્ષટાઇલ માર્કેટના વેપારીઓએ ગ્રે કાપડના માલની ખરીદી કરી હતી. જેમાં રૂપિયા 33 લાખ પૈકી 7 લાખ ચૂકવી બાકીના 26 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરતા વેપારીએ દલાલ સહીત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સરથાણા, મેઘમલ્હારની સામે, મીરા ઍવન્યુ ખાતે રહેતા 48 વર્ષીય દિલીપભાઈ બાબુભાઈ કાથરોટીયા ભાગીદારીમાં માંગરોળ તાલુકાના પીપોદરા રોડ, લીડીયાદ ગામ, રાજહંસ ફીલા ખાતે અમરગંગા ઍક્ઝી નામથી કાપડનો વેપાર કરે છે. દિલીપભાઈ પાસેથી 6 માર્ચ 2023 થી 6 ઍિલ 2023 ના ઍક મહિનામાં સારોલી રાધા રમણ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રી ગણેશ ફેબ્રીક્સ અને માં ક્રીયેશનના નામથી ધંધો કરતા રાજેશ બલદેવ રાઠી, ચંદ્રકાંત લીગપ્પા ઈતનીયલ, ધીરજ કોઠારીઍ કાપડ દલાલ કમલેશ પટેલ (રહે, સત્યમનગર સોસાયટી,ઉધના) સાથે મળી કુલ રૂપિયા 33,61,026 નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો જેમાંથી 7 લાખ ચુકવ્યા હતા જયારે બાકી લેવાના નિકળતા રૂપિયા 26,61,026 ની આર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સારોલી પોલીસે દિલીપભાઈની ફરિયાદ લઈ દલાલ સહિત ચારેય વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે