મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરમાં થયેલી એક્ટિવા ચોરીનો અનડિટેક્ટ ગુનો સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે. મહેસાણા ટાઉન વિસ્તારમાંથી ચોરી ગયેલી એક્ટિવા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ચોરીનો કેસ લાંબા સમયથી અનડિટેક્ટ ગણાતો હતો. પરંતુ એલ.સી.બી.ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાળજીપૂર્વક દોરડું બાંધી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસે સંદિગ્ધ ઈસમને કાબૂમાં લઈને તેની પાસે પરથી ચોરી ગયેલી એક્ટિવા જપ્ત કરી.
પોલીસની આ સફળ કામગીરીથી નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં સતત વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે આ કાર્યવાહીથી પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
એલ.સી.બી. મહેસાણા દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી પાસેથી વધુ કોઈ ગુનાઓનો ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR