પાટણમાં 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનનો મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં પ્રારંભ
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): વર્ષ 2014થી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ''સ્વચ્છતા હી સેવા-2025'' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ''નિર્મળ ગુજરાત 2.0'' તથા આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં
પાટણમાં 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનનો પ્રારંભ


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): વર્ષ 2014થી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 'નિર્મળ ગુજરાત 2.0' તથા આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને આ અભિયાન 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

પાટણ જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ સફાઈ અભિયાન શરૂ કરીને કર્યો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તથા HODCO ચેરમેન કે.સી. પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande