પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ચાર પોલીસ સ્ટેશન સહિત સૌરાષ્ટ્રના આઠ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં વર્ષ 2019 થી વોન્ટેડ શખ્શને પેરોલ ફર્લો સ્કવોડે દિલ્હી ખાતેથી પકડી પાડયો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ઝાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પર ફરાર કેદી, આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ.
જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. હરેશભાઈ સીસોદીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઇ વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયાને બાતમી રાહે હકીત મળેલ કે પોરબંદર જિલ્લાના ચાર ગુન્હાઓમાં નાશતા ફરતા આરોપી નરબત ઉર્ફે નબો નાગાભાઇ ઓડેદરા, રહે. ઠોયાણા ગામ હાલ, જુનાગઢવાળો દિલ્હી ખાતે છે જે હકીકતના આધારે તપાસ કરતા મજકુર મળી આવેલ. જેને પકડી અત્રે પોરબંદર લાવતા વધુ પૂછપરછ કરતા વધુ બીજા જિલ્લાઓના 4 મળી કુલ 8 ગુન્હામાં ફરાર હોય જેથી આ કામે રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે સોંપી આપેલ છે.
જેમાં પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર, રાણાવાવ, હાર્બર મરીન અને બગવદર પોલીસમથકના પ્રોહીબીશનના એક-એક ગુન્હા મળી કુલ ચાર ગુન્હા ઇ.સ.2019માં નોંધાયા હતા. તો રાજકોટના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.સ.2024 માં બે ગુન્હા, જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં 2019 માં એક ગુન્હો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં 2019 માં એક ગુન્હો નોંધાયો હતો. આથી કુલ આઠ ગુન્હાના આરોપી વોન્ટેડ નરબતની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે. પરમાર તથા જે.આર. કટારા, પિયુષભાઈ બોદર, એચ.આર. સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા, કેશુભાઇ ગોરાણીયા, પ્રકાશભાઇ નકુમ, વજશીભાઈ વરૂ તથા જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya