જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના કાલાવડમાં દારૂના વેચાણને લઈને એક સ્થાનિક એડવોકેટ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચેની રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં એડવોકેટ દ્વારા નાના ધંધાર્થીઓની લાઈટ બંધ કરાવવાના મુદ્દે કાલાવડમાં એક દુકાનમાંથી ખુલ્લેઆમ દારૂના વેચાણ મામલે રજૂઆત કરતાં પોલીસ અધિકારીએ જનતા રેડ કરો તે પ્રકારેનું ઉચ્ચારણ કરી રહ્યા છે.
મળતીમાહિતી અનુસુસાર, કાલાવડમાં 23મી સપ્ટેમ્બરની રાતે પોલીસ ટીમે ખાણી-પીણીની દુકાન બંધ કરાવવા ગઈ હતી, આ દરમિયાન એડવોકેટ જયેશ વાઘાણીએ દુકાનો બંધ નહીં કરાવવા માટે મહિલા પીઆઈ એન.વી.આંબલિયા સમક્ષ રજુઆત કરી હતી.
જે વેળાએ શાબ્દિક રકઝક થતાં એડવોકેટ જયેશ વાઘાણીએ ખૂલ્લેઆમ દારૂ વેચાતો હોય ત્યાં રેડ પાડવાનું કહેતાં પોલીસ અધીકારીએ જનતા રેડ કરો, તેવા શબ્દો બોલતા હોય, તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેથી ચર્ચાનો વિષય બન્યો હતો. એડવોકેટ જયેશ વાઘાણીએ આક્ષેપ કર્યો કે, 'પોલીસ અમુક દુકાનો બંધ કરાવે છે અને અમુક દુકાનો ખુલ્લી રાખવા દે છે. અને દુકાનો બંધ કરાવવા પોલીસ દબાણ કરે છે.'
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt