પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં એક કેન્સર પીડિત 60 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના 60 વર્ષીય મહિલાને કેન્સરની ભયંકર બીમારી છે ત્યારે આવા સમયે તેને સાર-સંભાળની જરૂર પડતી હોય છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં તેના પતિ તેની સારસંભાળ રાખતા ન હતા તેમજ સારવાર પાસે નાણાકીય સહાય પણ કરતા ન હતા.
આ ઉપરાંત મહિલાના પતિએ મંડેર ગામે આવેલી જમીન પણ વહેંચી નાખી હતી, જે બાબતે ખરીદનારે કલેક્ટર કચેરીમાં અરજી કરતા મહિલાને અવાર-નવાર કલેક્ટર કચેરી ખાતે જવું પડતું હતું જેથી કંટાળી મહિલાએ મરચામાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માધવપુર પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya