સ્વચ્છોત્સવ-૨૦૨૫ અંતર્ગત જામનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના અવસરે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની સ્વ
એસટી બસ સ્ટેન્ડ સફાઈ અભિયાન


જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના અવસરે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છોત્સવ-૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા જામનગર બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ અને સફાઈકર્મીઓ દ્વારા પ્લેટફોર્મ, ઓફિસો, સ્ટોર રૂમ, ટાયરરૂમની સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande