પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતોને, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગુરુવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન) હેઠળ પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 21
કિસાન યોજના


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને

ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગુરુવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન) હેઠળ પંજાબ, હિમાચલ પ્રદેશ

અને ઉત્તરાખંડના 27 લાખથી વધુ

ખેડૂતોના ખાતામાં 21મા હપ્તા તરીકે ₹540 કરોડથી વધુ રકમ

જાહેર કરી.

કૃષિ ભવન ખાતે આયોજિત એક વર્ચ્યુઅલ સમારોહમાં, કૃષિ મંત્રી

શિવરાજ સિંહે જણાવ્યું હતું કે,” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કૃષિ, ખેડૂત કલ્યાણ અને

ગ્રામીણ વિકાસ મંત્રાલય, આ કટોકટીની ઘડીમાં આપત્તિગ્રસ્ત રાજ્યોની સાથે મજબૂત રીતે

ઉભું છે. જે નાગરિકોના ઘરો નાશ પામ્યા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણહેઠળ આવાસ

આપવામાં આવશે અને મનરેગા યોજના હેઠળ 150 દિવસની રોજગારી આપવામાં આવશે.”

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે,” ભલે તે પંજાબ

હોય, હિમાચલ પ્રદેશ

હોય, ઉત્તરાખંડ હોય કે,

અન્ય રાજ્યો હોય, કૃષિ અને ગ્રામીણ

વિકાસ મંત્રાલય આ સંકટની ઘડીમાં તેમની સાથે ઉભું છે. ખેડૂતો માટે બિયારણની વાત

કરીએ તો, પંજાબને રેપસીડ

અને સરસવના બિયારણ માટે ₹32 કરોડ ફાળવવામાં

આવ્યા છે. ક્લસ્ટર રિમોન્ટન્સ હેઠળ પણ વધારાની ફાળવણી કરવામાં આવશે. ઘઉંના બિયારણ

માટે, આશરે ₹74 કરોડ ફાળવવામાં

આવશે. જેમના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે, તેમને પીએમ આવાસ યોજના હેઠળ પુનઃનિર્માણ

માટે ભંડોળ પ્રાપ્ત થશે. પીએમ આવાસ યોજના હેઠળ ₹1.20 લાખ ઉપરાંત, શૌચાલય માટે અલગ રકમ અને 90-95 દિવસ માટે

મનરેગા ભંડોળ પણ પૂરું પાડવામાં આવશે. જો સ્થાનિક મજૂરોને, રોજગારની જરૂર હોય, તો મનરેગા યોજના

દર વર્ષે 100 દિવસની રોજગારી

પૂરી પાડે છે, જે આ પૂરગ્રસ્ત

રાજ્યોમાં વધારીને 150 દિવસ કરવામાં

આવી છે.”

તેમણે કહ્યું કે,” પ્રધાનમંત્રી મોદીએ એક પેકેજની જાહેરાત

કરી છે, અને આનો એક ભાગ,

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) ના ભંડોળને ખેડૂતોના ખાતામાં સમય પહેલા જમા કરાવવાનો છે, જેથી કુદરતી

આફતથી પ્રભાવિત ખેડૂતો તેનો ઉપયોગ ખેતી અથવા અન્ય હેતુઓ માટે કરી શકે.”

પંજાબમાં આશરે 11લાખ 10 હજાર ખેડૂતોના ખાતામાં આશરે ₹222 કરોડ, હિમાચલ પ્રદેશમાં

8લાખથી વધુ

ખેડૂતોને ₹160 કરોડથી વધુ અને

ઉત્તરાખંડમાં આશરે 7.90લાખ ખેડૂતોને,

આશરે ₹158 કરોડ પીએમ-કિસાન

યોજનાના હપ્તા તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ રકમ સાથે, પીએમ-કિસાન યોજના

હેઠળ અત્યાર સુધીમાં આ ત્રણેય રાજ્યોના ખેડૂતોને, કુલ ₹13,626 કરોડનું વિતરણ

કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કૃષિ ભવનમાં કેન્દ્રીય કૃષિ સચિવ ડૉ. દેવેશ

ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા, જ્યારે ત્રણેય રાજ્યોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ

વર્ચ્યુઅલી જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande