- 16 હજારથી વધારે લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ
વડોદરા,25 સપ્ટેમ્બર(હિ.સ.)'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન
અંતર્ગત આજે વડોદરા જિલ્લામાં મહિલાઓ માટે કુલ 241 સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં
આવ્યું હતું. આજે જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કોલેજ સુધી યોજાયેલા
આ કેમ્પમાં 16,186 થી વધુ લોકોએ લાભ લીધો હતો.
જિલ્લાના
કુલ 8 તાલુકાના 9 સામૂહિક આરોગ્ય કેન્દ્ર,42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,177 આયુષ્યમાન
આરોગ્ય મંદિર, 10 અર્બન કેન્દ્ર તેમજ 1 જિલ્લા હોસ્પિટલ અને
2 સબ જિલ્લા હોસ્પિટલ પર આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતા.
આ સ્વાસ્થ્ય
શિબિરોમાં 7376 થી વધારે લોકોનું ઓરલ કેન્સર; 4033 મહિલાઓનું સર્વાઇકલ કેન્સર અને 4033 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર
માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આજે 1086થી વધુ સગર્ભા બહેનોનું સઘન એન્ટિનેટલ ચેક અપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત
લેબોરેટરી તપાસમાં 9645 મહિલાઓનું હિમોગ્લોબીન તેમજ 436 મહિલાઓનું સિકલ સેલ સ્ક્રિનિંગ
કરવામાં આવ્યું હતું. સાથે જ રોગની રોકથામ અને નિવારણ માટે મહિલાઓને તજજ્ઞો દ્વારા
જાણકારી આપવામાં આવી હતી.
2 ઓક્ટોબર
સુધી ચાલનારા આ વિશેષ અભિયાનદરમિયાન સ્વસ્થ
મહિલા દ્વારા સશક્ત પરિવારનું નિર્માણ કરી શકાય અને સશક્ત પરિવાર દ્વારા સશક્ત રાષ્ટ્રનું
નિર્માણ થઈ શકે, તે માટે
સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને સ્ક્રીનિંગ કેમ્પનો વધુને વધુ બહેનોને લાભ લેવા મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન
સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ