વ્યાજખોરના ત્રાસ થી ચકડોળના ધંધાર્થીએ વિષપાન કર્યું.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં રહેતા અરુણ સોલંકી નામના ચકડોળના એક વેપારીએ એક વર્ષ પહેલા મૂળ ઉપલેટાના મેહુલ સોલંકી સાથે ભાગીદારીમાં ચક્ડોળનો વેપાર શરુ કર્યો હતો. કમનસીબે વેપાર ન ચાલતા ચકડોળ બંધ કરી દેવું પડયું હતું પરંત
વ્યાજખોરના ત્રાસ થી ચકડોળના ધંધાર્થીએ વિષપાન કર્યું.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં રહેતા અરુણ સોલંકી નામના ચકડોળના એક વેપારીએ એક વર્ષ પહેલા મૂળ ઉપલેટાના મેહુલ સોલંકી સાથે ભાગીદારીમાં ચક્ડોળનો વેપાર શરુ કર્યો હતો. કમનસીબે વેપાર ન ચાલતા ચકડોળ બંધ કરી દેવું પડયું હતું પરંતુ મેહુલ તેના રોકેલા પૈસા પરત આપવા અથવા તેના પર માસિક 10% વ્યાજ આપવા અવાર-નવાર દબાણ કરતો હતો. અરુણ સોલંકીએ પૈસા આપવા મુદત માંગી હતી પરંતુ મેહુલે મુદ્દત આપવાની ના પડતા માસિક 10 % વ્યાજની ચાર મહિના સુધી પઠાણી ઉઘરાણી કરી હતી. ત્યાર બાદ મેહુલે માસિક 20 % વ્યાજ ઉઘરાવવાનું શરુ કર્યું હતું. મેહુઁલના ત્રાસથી કંટાળી અરુણ સોલંકીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસિબે પરિવારને જાણ થતા સમયસર હોસ્પિટલ લઇ ગયા હતા જેથી અરુણ સોલંકીનો જીવ બચી ગયો હતો. સરકારી હોસ્પિટલમાં દાખલ અરુણ સોલંકી નામના દર્દીએ મીડિયા સમક્ષ મેહુલ સોલંકી પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મેહુલ સોલંકી નામનો ઉપલેટાનો શખ્સ માણસો દ્વારા ધાક-ધમકી પણ આપી રહ્યો છે જેથી પોલીસ અમારી ફરિયાદ લે એવું અમારી માંગ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande