જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરમાં મહેશ્વરી નગર ચોક નંબર-2 માં રહેતા અને ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હમીરભાઈ ડગરા કે જેઓ ગત 23મી તારીખે વહેલી સવારે પગપાળા ચાલીને જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન પુરઝડપે આવી રહેલા જી.જે.10 સી.એસ. 0556 નંબરના બાઈકના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં જમીન પર પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા થઈ હતી. તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર હિતેશ હમિરભાઈ ડગરાએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt