મહેસાણા નજીક કુવારદ ગામની કાંકરેજી ગાય ‘કિશુ’ની સિદ્ધિ : ગાંધીનગર કૃષિ એક્સપોમાં દ્વિતીય સ્થાન
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા નજીક આવેલ કુવારદ ગામના પશુપાલક યોગેશભાઈ ત્રિવેદીની કાંકરેજી ગાય ‘કિશુ’એ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી કૃષિ એક્સપોની દૂધ હરીફાઈમાં અનોખું પ્રદર્શન કર્યું. માત્ર પ્રથમ વેતરમાં જ ગાયે 16 લીટર દૂધ આપીને દ્વિતીય સ્થ
મહેસાણા નજીક કુવારદ ગામની કાંકરેજી ગાય ‘કિશુ’ની સિદ્ધિ : ગાંધીનગર કૃષિ એક્સપોમાં દ્વિતીય સ્થાન


મહેસાણા નજીક કુવારદ ગામની કાંકરેજી ગાય ‘કિશુ’ની સિદ્ધિ : ગાંધીનગર કૃષિ એક્સપોમાં દ્વિતીય સ્થાન


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા નજીક આવેલ કુવારદ ગામના પશુપાલક યોગેશભાઈ ત્રિવેદીની કાંકરેજી ગાય ‘કિશુ’એ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી કૃષિ એક્સપોની દૂધ હરીફાઈમાં અનોખું પ્રદર્શન કર્યું. માત્ર પ્રથમ વેતરમાં જ ગાયે 16 લીટર દૂધ આપીને દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ તેને 41,000 રૂપિયાનું ઇનામ પણ પ્રાપ્ત થયું, જેના કારણે સમગ્ર ગામ ગૌરવ અનુભવી રહ્યું છે.

યોગેશભાઈ ત્રિવેદી, જે ગામના પૂર્વ સરપંચ પણ છે, તેઓ જણાવે છે કે કાંકરેજી જેવી સ્થાનિક જાતોમાં અદભૂત ક્ષમતા છે, જો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવે તો. ‘કિશુ’ની ખાસિયતોમાં 30 મહિનાની ઉમરે 4.15 ફૂટ ઊંચાઈ, ચંદ્ર આકારના શીંગડા અને ભરાવદાર ગોદડીનો સમાવેશ થાય છે.

ગાયનો જન્મ 9 ઓક્ટોબર 2022ના રોજ થયો હતો, પરંતુ ટૂંકા સમયમાં જ તેની માતાનું અવસાન થયું. ત્યાર બાદ યોગેશભાઈએ મહિને આશરે 20,000 રૂપિયાનો ખર્ચ કરીને વૈજ્ઞાનિક રીતે તેની ખાસ સંભાળ લીધી. આરામદાયક શેડ, મચ્છરદાની, પંખા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી.

કિશુએ અગાઉ પણ 2024ના તરણેતર મેળામાં પ્રથમ સ્થાન જીત્યું હતું. તે સમયે ઊંચી કિંમતની ઓફર મળવા છતાં યોગેશભાઈએ ગાયનું વેચાણ નકારી દીધું હતું. તેમનો હેતુ માત્ર આર્થિક લાભ નહીં, પરંતુ સ્થાનિક જાતોના સંવર્ધનનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande