પ્રમુખ ,ઉપ-પ્રમુખ સહિતના ડિરિકટરોએ કેશિયર અને એકાઉન્ટન્ટને ડેરી ઉપર મોકલી કરાવી ચોરી
દૂધ ડેરીના ઇતિહાસમાં ઉતરેલી કમિટીએ, તેના કરતૂત છુપાવવા 10 જેટલી ફાઇલો કરાવી ગુમ
સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી કોન્ફિડેન્સિયલ પુરાવાની ઉઠાંતરી કરતા થયા સીસીટીવી કેમેરા કેદ
ડેરીના મેનેજરે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં, કરી લેખિત ફરિયાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માંગ
ભરૂચ 26 સપ્ટેમ્બર (હિ.સ.)
ચાસવડ દૂધ ડેરીમાં થયેલ ઓડિટના આધારે કરોડો રૂપિયાના ગોટાળા તત્કાલીન પ્રમુખ , ઉપ-પ્રમુખ તેમજ ડિરેક્ટરરોની મીલીભગતથી થયેલ હોવાનું ખુલતા આખી વ્યવસ્થાપક કમિટીને 81 ની કલમ હેઠળ બરતરફ કરવામાં આવી હતી તેમ છતાં મંડળીની સત્તાનો દૂર ઉપયોગ કરી સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી તેમના ગોટાળા છુપાવવા કોન્ફિડેન્સિયલ પુરાવાની ઉઠાંતરી કરાવવામાં આવી હતી જે બાબતની લેખિત ફરિયાદ ચાસવડ દૂધ મંડળીના મેનેજરે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કરતા ખળભળાટ મચી ગઈ છે.પૂર્વ પ્રમુખ, ઉપ-પ્રમુખ અને ડિરેક્ટરોની કરોડોના ગોબાચારીના ભેદ ખુલી રહ્યા છે.
નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ચાસવડના તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ડિરેક્ટરોએ છેલ્લા પાંચ વર્ષના તેમના કાર્યકાળમાં મંડળીના નિયમો,પેટા નિયમો અને સહકારી કાયદા તેમજ બંધારણને નેવે મૂકી કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરી મંડળીને નુકશાન પહોંચાડ્યું છે.છેલ્લા 4 વર્ષના ઓડિટમાં તેમણે કેટલીયે જગ્યાએ ગોટાળા કર્યા છે જેના કોઈ આધાર પુરાવા પણ નથી તેવું વી.એન. માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા હાફ માર્જિનમાં દર્શાવ્યું છે.ત્યારબાદ પ્રથમ 93ની કલમ હેઠળ નોટીસ આપી ખુલાસા માંગ્યા પછી યોગ્ય જવાબ નહિ મળતા 81ની કલમ હેઠળ 17 ડિરેક્ટરોને બરતરફ 01/09/2025 ના રોજ કરતી નોટીસ આપી 6 સભ્યોની કસ્ટોડિયન કમિટીની નિમણૂક સરકારી રાહે કરેલ હતી.
કસ્ટોડિયન કમિટીના સભ્યો જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારી અને નેત્રંગ પોલીસની હાજરીમાં ચાસવડ દૂધ મંડળીનો વહીવટ સંભાળવા ગયેલા હતા ત્યારે તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સર્વે વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને મેનેજર તેમજ તેમના સમર્થકોએ આ લોકોને ઘેરી લીધા હતા તેમજ ઉગ્ર બોલાચાલી કરી મંડળીની કચેરીને તાળા મારી કસ્ટોડિયન કમિટીના સભ્યોને પ્રવેશવા પર ગેરકાયદેસર રીતે સરકારી કાયદાની વિરુદ્ધ જઈ અટકાવ્યા હતા.એટલે સરકારી અધિકારી,પોલીસ અને કસ્ટોડિયન કમિટીના સભ્યો મંડળી પરથી પરત જતા રહ્યા હતા.
ત્યારે આ તત્કાલીન પ્રમુખ કવિ વસાવા, ઉપ-પ્રમુખ અરવિંદ વસાવા તેમજ સર્વે વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે તેમના બે અંગત માણસોને તારીખ 01/09/2025 ના રોજ રાત્રે 09:35 વાગ્યે મંડળીના મુખ્ય દરવાજા,કેશિયર ઓફિસ, આસિસ્ટન્ટ મેનેજરની ઓફિસની ચાવી આપી ખોલી અંદર પ્રવેશ કરી મંડળીના કોન્ફિડેન્સિયલ દસ્તાવેજો,જરૂરી કેસ વાવચરો ,તેમજ તેમણે કરેલા ગોટાળાના પુરાવાની આશરે 10 જેટલી ફાઈલોમાં પુરાવા ડોક્યુમેન્ટ ચોરી કરી ખાનામાં રહેલ અત્યંત કિંમતી પત્રકોની ઉઠાંતરી કરી લઈ ગયા હતા.આ કૃત્ય કેશિયર કમ આસિસ્ટન્ટ મેનેજર કલ્પેશ દેવજી વસાવા મો 9726373298 અને એકાઉન્ટની કામગીરી કરતો જયમીન સંજય વસાવા મો 9265188495 બન્ને રહે કંબોડિયાના છે.જેતે સમયે રાત્રે અંદર હતા ત્યારે તેની ઉપર કોઈનો મોબાઇલ આવેલો અને તેના માર્ગદર્શન હેઠળ આ બધું કૃત્ય કરેલ એટલે એમના મોબાઇલની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા અરજ કરેલ છે.
આ સમિતિના સભ્યો બરતરફ થઈ ગયા હોવા છતાં ઝનૂની ,નશો કરીને તેમજ કંઈપણ કરી બેસે તેવા લોકોને મંડળી ઉપર બોલાવી તેમની આડમાં ગેરકાયદેસર રીતે 01/09/2025 સાંજના 5 વાગ્યાથી ,02,03 તેમજ 04/09/2025 ની સવાર 10 વાગ્યા સુધી આખી મંડળી બાનમાં લઈ સરકાર અને સહકારી કાયદાની વિરુદ્ધમાં તેમના ભ્રષ્ટાચારના પુરાવા નાસ કરવાના હેતુથી મંડળીનો વહીવટ કર્યો હતો.આ ત્રણ દિવસની તપાસ કરવામાં આવે તેમજ જવાબદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે .
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ