પોરબંદર ખાતે ટીબીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા અક્ષય કીટનું વિતરણ કરાયુ.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત ખાતે રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબોના માર્ગદર્શન હેઠળ રૂપિયા 1,000 ની એક એવી 45 કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દ
પોરબંદર ખાતે ટીબીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા અક્ષય કીટનું વિતરણ કરાયુ.


પોરબંદર ખાતે ટીબીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા અક્ષય કીટનું વિતરણ કરાયુ.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત ખાતે રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબોના માર્ગદર્શન હેઠળ રૂપિયા 1,000 ની એક એવી 45 કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ અક્ષય કીટના સહયોગીઓ તેમજ દાતાઓ જેમાં કાલાભાઈ ભેટારીયા તરફથી 11,000 ની 11 કીટ, GEMRS મેડિકલ કોલેજના ડીન સુશીલ કુમાર તરફથી 2,000 ની 2 કીટ તથા જતીનભાઈ હાથી તરફથી 3,000 ની 3 કીટના આર્થિક સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ ટીબીના દર્દીઓ માંથી જરૂરિયાતમંદ દર્દીઓને આ પૌષ્ટિક આહારની કીટનુ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહારનો ખર્ચ ન ઉઠાવી શકતા દર્દીઓને વર્ષ 2018 થી દર મહિને 45 કીટ વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના સભાખંડમાં બંને કલબના સભ્યોની હાજરી તથા મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ કીટમાં અપાતી વસ્તુઓનો અને ફાયદા વિશે રોટરીયન ડો. નિશા માખેચા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. સીમાબેન પોપટિયા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ વ્યસન મુક્ત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ડીડીઓ ચૌધરી સાહેબ,, CDHO, મહેતા સાહેબ દ્વારા બંને કલબના મેમ્બર્સને આ કાર્ય માટે પ્રોત્સાહન કરી દર્દીઓને આ મહેનત સફળ બનાવવા તથા સહકાર આપવા અપીલ કરી હતી.

પ્રોજેક્ટ ચેરમેન વિજય મજેઠીયા દ્વારા આ પોષણ આહાર કીટ વિતરણ છેલ્લા વર્ષ 2018 થી અત્યાર સુધીના વિગતવાર માહિતી આપવામાં આવી હતી, આ સાથે રોટરી ક્લબના મેમ્બર્સ રોટેરીયન પ્રિતેશ લાખાણી, હરીશભાઈ ગોહિલ, કાળાભાઈ ભેટેરીયા, રોહિત લાખાણી, ઇનર વ્હીલ કલબ પ્રમુખ જિજ્ઞા લાખાણી, IPP મીના મજીઠીયા, ઇલાબેન ઠક્કર હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમનુ સંચાલન જયેશભાઈ પત્તાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમખ ડો ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી , સીડીએચઓ ડી .મહેતા , ડીટીઓ ડો.સીમા પોપટિયા તથા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande