અંબાજી26 સપ્ટેસ્બર (હિ.સ.) શક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રી
પર્વમાં શક્તિધામ અંબાજીમાં આવતી કાલે 1111 કન્યાઓના પૂજન નું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છેજગદંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિની સન્મુખ કન્યાઓનું શક્તિરૂપે પૂજન
કરાશે
અંબાજી ના સ્થાનિક શ્રદ્ધાળુઓ ની સરપંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ
માં કન્યાઓને ચણિયાચોળી અને શૃંગાર ની વસ્તુઓ ભેટ અપાશે.
શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા શક્તિ પીઠ માં આ
કાર્યક્રમ સૌ પ્રથમ વખત આયોજિત કરવા માં આવી રહ્યો છે જેમાં આટલી મોટી સંખ્યામાં
કુંવારી કન્યા ઓ ને મંદિર ન ચાચર ચોકમાં પૂજન કરાશેઅંબાજીમાં પવિત્રતા અને આસ્થા પૂર્વક જગદંબા માં અંબા ની
નવરાત્રીના પવિત્ર પર્વમાં માં અંબા ની આરાધના અનન્ય ભક્તિ ભાવ થી થઈ રહી છે મા
અંબા નો ચાચર ચોક ખેલૈયાઓ થી ધમધમી રહ્યો છે ત્યારે અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર
જગદંબા સમક્ષ ચાચર ચોકમાં 1111 કન્યાઓ ના પૂજનનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન અંબાજીના
મહિલા સરપંચ કલ્પનાબેન હેમંતભાઈ દવે ની આગેવાની હેઠળ અંબાજી પંથક સહિત ગુજરાત અલગ
અલગ ગામના શ્રદ્ધાળુ ઓનાં સહયોગથી એક હજાર એકસો અગિયાર કન્યાઓનું પૂજન થનાર છે
ત્રણથી 11 વર્ષ
સુધીની કન્યાઓનું પૂજન નું આયોજન કરાયું છે કન્યાઓને પૂજન પૂર્વે ચણિયાચોળી અને
શૃંગાર ની ભેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર
આટલી મોટી સંખ્યામાં કન્યા પૂજન નું ભવ્ય આયોજન માં અંબા ની સન્મુખ ચાચર ચોકમાં
યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે પૂજન વિધિ પૂર્વે નાની બાળ
કન્યાઓને ચણિયાચોળી અને શૃંગાર નિશુલ્ક આપવાનું આયોજન કરાયું છે જે આજે 27 સપ્ટેમ્બરે શનિવારના છઠ્ઠા નવરાત્રી એ સવાર ના
સમયમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં કન્યાઓ ઉપરાંત
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહેશે.અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર 1111
કન્યાઓનું શક્તિની આરાધના ના
પવિત્ર નવરાત્રી ના છઠ્ઠા નોરતે માં અંબા સન્મુખ ચાચર ચોકમાં કન્યા પૂજન નો ભવ્ય
કાર્યક્રમ થનાર હોય અંબાજીની પ્રજામાં અનિરા આનંદની લાગણી જન્મી ઊઠી છે. નેઆ ઘટના
ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ સ્થાન મળી શકે છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ