અંબાજી,6 સપ્ટેસ્બર (હિ. સ)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ અંતર્ગત પખવાડિયા માં
વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે એસટી
બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ના
સ્વચ્છતા હી સેવા ના કાર્યક્રમના ભાગરૂપે અંબાજી એસટી બસ ડેપો ખાતે અંબાજી એસટી
ડેપોના કર્મચારીઓ ડ્રાઇવર અને કંડકટર એક દિવસ એક કલાક શ્રમદાન આપી અને સફાઈઝુંબેશ હાથ ધરી હતી અને બસ
સ્ટેશનના વિવિધ વિભાગોમાં સફાઈ કરાતા ઉડીને આંખે વળગે તેવી સફાઈ હાથ કરવામાં આવી
હતી અને ખાસ કરીને અંબાજી એસટી બસ ડેપોના મેનેજર કપિલ ચૌહાણ દ્વારા પણ કર્મચારીઓને
ધન્યવાદ પાઠવતા મુસાફરોને પણ એસટી બસ અને એસટી બસ સ્ટેશનમાં સફાઈ જાળવી રાખવા ખાસ
અપીલ કરી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ