દુબઈ, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.)
એશિયા કપ 2025 ની સુપર ફોર
મેચમાં પાકિસ્તાન સામે 11 રનથી મળેલી હાર
બાદ, બાંગ્લાદેશના કોચ
ફિલ સિમન્સે ટીમની નબળાઈઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. 136 રનના લક્ષ્યનો પીછો કરતા, બાંગ્લાદેશનો દાવ
ડગમગી ગયો, જેના કારણે
ફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓ ખતમ થઈ ગઈ.
સિમન્સે કહ્યું કે,” મેચનો ટર્નિંગ પોઈન્ટ ત્રણ સરળ કેચ
છોડવાનો હતો. પાકિસ્તાનની શરૂઆત નબળી રહી, તેણે 51 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન, નુરુલ હસન અને
મેહદી હસને, શાહીન શાહ આફ્રિદીનો કેચ છોડ્યો. ત્યારબાદ આફ્રિદીએ 13 બોલમાં બે
છગ્ગાની મદદથી 19 રન ઉમેર્યા, જેનાથી
પાકિસ્તાનને ગતિ મળી. આ દરમિયાન, પરવેઝ ઇમોન શૂન્ય પર હતા, ત્યારે મોહમ્મદ નવાઝનો કેચ છોડ્યો, જ્યારે નવાઝે
બાદમાં 15 બોલમાં 25 રન બનાવ્યા.”
મેચ પછી સિમન્સે કહ્યું, જ્યારે અમે શાહીન અને નવાઝના કેચ છોડી દીધા
ત્યારે મેચ બદલાઈ ગઈ. તે પહેલાં, અમારો સંપૂર્ણ નિયંત્રણ હતો. દુબઈ ફ્લડલાઇટ્સનો ઉપયોગ બહાના
તરીકે કરી શકાતો નથી, કારણ કે આ તકો
મુશ્કેલ ન હતી.
કોચે કહ્યું કે,” પાકિસ્તાન સામે બેટ્સમેનોએ ખરાબ શોટ
પસંદગી કરી. ટીમે વધુ પડતા મોટા શોટ રમવાનો પ્રયાસ કર્યો અને વિકેટો ગુમાવી.”
તેમણે સ્વીકાર્યું કે,” કેપ્ટન લિટન દાસની ગેરહાજરી પણ ટીમને મોંઘી પડી.”
તેમણે કહ્યું, અમે કોઈપણ ઓવરમાં મેચ પૂરી કરવાની ઉતાવળમાં
નહોતા; અમે ફક્ત જીતવા
માંગતા હતા. પરંતુ નબળા નિર્ણયો લેવામાં આવ્યા. જ્યારે અમે શ્રીલંકા સામે એક જ પીચ
પર 169 રનનો પીછો કર્યો, ત્યારે
બેટ્સમેનોએ સમજદારી બતાવી. અમે લિટન અને તાંઝીદ જેવા બેટ્સમેનોને ચૂકી ગયા.
બાંગ્લાદેશ ટીમ પર લાંબા સમયથી ઓછા સ્ટ્રાઇક રેટનો આરોપ
મૂકવામાં આવી રહ્યો છે. સિમન્સે કહ્યું કે,” ખેલાડીઓ ધીમે ધીમે સુધરી રહ્યા છે, પરંતુ વાસ્તવિક
સમસ્યા ભાગીદારી બનાવવામાં અસમર્થતા હતી.”
તેમણે કહ્યું, અમારી પાસે ઝડપથી સ્કોર કરવાની અને છગ્ગા
ફટકારવાની ક્ષમતા છે, પરંતુ ભાગીદારી
બનાવવા માટે અમને લાંબા સમય સુધી બેટિંગ કરવાની જરૂર છે.
ટીમ મેનેજમેન્ટે આ મેચમાં મેહદી હસનને ચોથા નંબરે બેટિંગ
કરવા મોકલ્યો હતો. સિમન્સે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે,” પાવરપ્લેમાં ઝડપી
બોલરોનો સામનો કરવાની મંજૂરી આપવા માટે આ એક વ્યૂહાત્મક પગલું હતું. જોકે, મેહદી ફક્ત 11 રન જ બનાવી
શક્યા.”
પાકિસ્તાન સામેની હારથી, બાંગ્લાદેશની એશિયા કપની સફરનો અંત
આવ્યો હોવા છતાં, સિમન્સે કેટલીક
સકારાત્મક બાબતો પણ દર્શાવી.
તેમણે કહ્યું, આ ટુર્નામેન્ટનો સૌથી મોટો સકારાત્મક ભાગ સૈફ
હસનનું પ્રદર્શન હતું. તે ઉપરાંત, અમારા બોલરો દરેક મેચમાં ઉત્તમ રહ્યા.
બાંગ્લાદેશે આ સિઝનમાં, અફઘાનિસ્તાન અને શ્રીલંકાને
હરાવ્યું, પરંતુ ભારત અને
પાકિસ્તાન સામે સતત હાર બાદ તેમની સફરનો અંત આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ