ઉદલપુરમાં શતાબ્દી નવરાત્રી : પરંપરા, ભક્તિ અને એકતાનો મહોત્સવ
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ આ વર્ષે અનોખો ઐતિહાસિક પ્રસંગ ઉજવી રહ્યું છે. અહીં નવરાત્રીની પરંપરા સતત 100 વર્ષથી અકબંધ ચાલી રહી છે. જે સફર માત્ર એક ખુરશી પરથી શરૂ થયો હતો, તે આજે ભવ્ય શતાબ્દી મહોત્સવમાં
ઉદલપુરમાં શતાબ્દી નવરાત્રી : પરંપરા, ભક્તિ અને એકતાનો મહોત્સવ


ઉદલપુરમાં શતાબ્દી નવરાત્રી : પરંપરા, ભક્તિ અને એકતાનો મહોત્સવ


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ આ વર્ષે અનોખો ઐતિહાસિક પ્રસંગ ઉજવી રહ્યું છે. અહીં નવરાત્રીની પરંપરા સતત 100 વર્ષથી અકબંધ ચાલી રહી છે. જે સફર માત્ર એક ખુરશી પરથી શરૂ થયો હતો, તે આજે ભવ્ય શતાબ્દી મહોત્સવમાં રૂપાંતરિત થયો છે.

ગામના વડીલોના જણાવ્યા મુજબ સંવત 1981માં ગામના આશરે 40 લોકો સાથે માતાજીનો ફોટો ખુરશી પર મૂકીને આરાધના શરૂ થઈ હતી. કોઈ વિશાળ મંડપ કે સાધનો નહોતા, માત્ર શ્રદ્ધા અને ભક્તિ હતી. આજથી સદી પહેલાં જે દીવો પ્રગટ્યો હતો, તે આજેય સતત પ્રજ્વલિત રહીને ગામની શ્રદ્ધા વધારી રહ્યો છે.

ઉદલપુરની નવરાત્રીની ખાસિયત એ છે કે અહીં ખેલૈયાઓ આધુનિક ડીજેના બદલે દેશી ઢોલ, તબલાં, મંજીરા અને ભૂંગોળના સ્વરો પર ગરબે ઘૂમે છે. બાળકો, યુવાનો અને વડીલો સૌ એક સાથે લાઇનમાં ભક્તિભાવથી રમતા હોય તેવું દ્રશ્ય એકતાનો અનોખો સંદેશ આપે છે.

હજુ આઠમની રાહ જોવાઈ રહી છે, જ્યાં ભવ્ય યજ્ઞનું આયોજન થશે. ગામજનો ઉપરાંત બહારગામથી આવેલા ભક્તો પણ યજ્ઞમાં ભાગ લેશે. અંતે માતાજીના ચોબારામાં આરતી અને પરંપરાગત ગરબા સાથે આખું ગામ ભક્તિમય બની જશે.

શતાબ્દી સુધી અકબંધ રહેલી આ નવરાત્રી ઉદલપુર માટે ગૌરવ છે, જે ભક્તિ, પરંપરા અને એકતાની જીવંત વારસા સાબિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande