સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ શ્રી એસ.એમ.શાહ લો કોલેજમાં યોજાયો
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી એસ.એમ.શાહ લો કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, ડિજિટલ સુરક્ષા અને ઓનલાઈન હિંગલાંસ અંગે
સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ શ્રી એસ.એમ.શાહ લો કોલેજમાં


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી એસ.એમ.શાહ લો કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, ડિજિટલ સુરક્ષા અને ઓનલાઈન હિંગલાંસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ઓનલાઇન ફ્રોડ, ફિશિંગ, હેકિંગ અને સોશિયલ મીડિયામાં સુરક્ષા માટે જરૂરી પગલાં વિશે સમજાવી હતી.

વિધાર્થીઓને આપાતકાલીન સ્થિતિમાં કેવો પગલું લેવા જોઈએ અને પોતાના પર્સનલ ડેટા સુરક્ષિત કેવી રીતે રાખવું તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી. પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અંગેના વિવિધ કિસ્સાઓના ઉદાહરણો શેર કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવામાં આવી. સ્ટુડન્ટ્સને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઓળખ અને તેના વિરોધમાં પોલીસને સંપર્ક કરવાનો માર્ગ શીખવાડાયો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં ડિજિટલ વિશ્વમાં સુરક્ષાની સમજ જગાવવી અને સાયબર ક્રાઈમ સામે સજાગ નાગરિક બનાવવો છે. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ઓનલાઇન સાવધાની અને જવાબદારી વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande